જાફરાબાદના પરિણિતાને સોશિયલ મીડિયા પર હેરાન કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં આરોપી રાજુભાઇ ચિથરભાઇ સાંખટ રહે.કડીયાળી તા.રાજુલા વાળાએ પોતાની RajuSakhat નામની આઇડીમાંથી ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ આઇડી draivar_ki_diwani07 મા તા.૦૭/૦૬/૨૦૨૬ થી તા.૦૬/૦૯/૨૦૨૬ સુધી સતત મેસેજ કર્યા હતા. મહિલાએ અવાર નવાર ના પાડવા છતા ત્હોમતદારે મેસેજ કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તા.૦૬/૦૯/૨૦૨૬ ના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ફરીયાદી તથા સાહેદો આરોપીને સમજાવવા જતાં તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સતત પીછો કરી હેરાનગતિ કરતા મહિલાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.