જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે ‘સેવા સંકલ્પ યાત્રા’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પ્રજાહિત અને સેવા પ્રત્યેની પ્રતિબધ્ધધતાના સંકલ્પ સાથે સેવાકીય કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૃક્ષોના વાવેતર સાથે તેમના જતન પર પણ ભાર મૂકાયો હતો. વાવેલા દરેક વૃક્ષની નિયમિત સંભાળ રાખી તેને ઉછેરીને વડવૃક્ષ સમાન વિશાળ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો સાથે જનસેવા તથા લોકકલ્યાણના વિવિધ કાર્યો અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.