ગુજરાતમાં હવે સિંહ સહિતના વન્યજીવોની સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં બની રહેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (સીસીસી) રાજ્યના સંરક્ષિત વિસ્તારોમાં વન્યજીવોની હિલચાલ પર નજર રાખશે. વિવિધ ફીડ અને સીસીટીવી નેટવર્ક મારફતે મળતી માહિતીથી અકસ્માત કે અસામાન્ય હિલચાલની જાણકારી તાત્કાલિક મળી શકશે.વન વિભાગ ડ્રોન તથા એઆઈ આધારિત કેમેરા નેટવર્કનો પણ ઉપયોગ કરશે. ખાસ કરીને ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે આ ટેક્નોલોજી મદદરૂપ બનશે. જંગલમાં કોઈ પ્રાણીની હિલચાલ, પ્રજાતિની સંખ્યામાં ફેરફાર કે અન્ય અસામાન્ય પ્રવૃત્તિ જણાય તો તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે.
રેલવેના સર્વેલન્સ નેટવર્કને પણ સીસીસી સાથે જાડવામાં આવશે. રેલવેના ટ્રેક, પુલ અને અંડરપાસ પર સીસીટીવી, ડિટેક્શન સિસ્ટમ અને ઓઓપ્તિકલ ફાઇબર સેન્સિગ જેવી ટેક્નોલોજીથી સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવશે. ખાસ કરીને અમરેલીના લિલિયા-સાવરકુંડલા રેલવે વિભાગમાં ઓઓપ્તિકલ ફાઇબર કેબલ બિછાવવામાં આવી હોવાનું જણાવાયું છે. વન વિભાગના જણાવ્યા મુજબ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ટ્રેનોની ટક્કરમાં ૧૯ સિંહનાં મોત થયા હતા. હવે નવી ટેક્નોલોજીથી આવી દુર્ઘટનાઓ અટકાવવાનો પ્રયાસ થશે.
ગુજરાત વિશ્વમાં એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં સિંહની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લી વસતી ગણતરીમાં ૧૧ જિલ્લામાં કુલ ૮૯૧ સિંહ નોંધાયા હતા. ગીર નેશનલ પાર્ક અને એશિયાટિક સિંહના કોર તથા સંરક્ષિત વિસ્તારો ઉપરાંત લિટલ રણ ઓફ કચ્છ અને અન્ય વિસ્તારોમાં પણ સિંહોની હિલચાલ જાવા મળતી હોવાથી તેમની સતત દેખરેખ વધુ મહ¥વની બની છે.આ ટેક્નોલોજીથી સિંહ સાથે સંકળાયેલી માનવ-વન્યજીવ અથડામણ તથા ટ્રેનની ટક્કર જેવી ઘટનાઓ પર ઝડપી નજર રાખી શકાશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સીસીટીવી સહિતના વિવિધ સર્વેલન્સ નેટવર્કમાંથી મળતા લાઇવ ડેટાથી સિંહોની હિલચાલ અને સંભવિત જાખમોની માહિતી ઝડપથી મળી શકશે. ખાસ કરીને રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલને ઓળખવામાં ઓઓપ્તિકલ ફાઇબર સેન્સિગ અને અન્ય ટેક્નોલોજી મદદરૂપ બનશે.
ગુજરાતમાં ગંભીર રીતે સંકટગ્રસ્ત *ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ *ના સંરક્ષણ માટે પણ ખાસ પગલાં લેવાઈ રહ્યાં છે. કચ્છના નળિયામાં જન્મેલી બચ્ચીને શિકારી પક્ષીઓથી બચાવવા આશરે ૧૦૦ હેક્ટર વિસ્તારમાં સુરક્ષિત એન્ક્‌લોઝર તૈયાર કરવામાં આવ્યું છે. બચ્ચી મોટી થાય ત્યાં સુધી તેની ખાસ દેખરેખ અને સંભાળ રાખવામાં આવશે. ગુજરાતમાં સિંહ, સ્લોથ બેર, કાળિયાર અને જંગલી ગધેડા સહિતના વન્યજીવો માટે એઆઈ આધારિત આ સમગ્ર નેટવર્ક વન્યજીવ સંરક્ષણને વધુ ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવશે