રાજુલા નાગરિક બેંકના કુંભારવાડા સ્થિત આધુનિક નવનિર્મિત ભવનનું ધારાસભ્ય મહેશ કસવાળાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવું બિલ્ડિંગ ગ્રાહકો માટે લોકર સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ કરાયું છે. બેંકની ૫૫મી વાર્ષિક સાધારણ સભામાં ગ્રાહકો અને વેપારીઓના હિતમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં જાત જામીનગીરી લોન મર્યાદા રૂ.૫૦ હજારથી વધારીને રૂ.૭૫ હજાર અને કેશ ક્રેડિટ (CC) લોન મર્યાદા રૂ.૧૦ લાખથી વધારીને રૂ.૧૫ લાખ કરવામાં આવી છે. ઉપરાંત ગ્રાહકોની સુવિધા માટે ‘વોટ્‌સએપ બેંકિંગ’ સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિત શહેરના વિવિધ વેપારી તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.