સાવરકુંડળા તાલુકાના મોટા ભમોદ્રા અને ગાધકડા ગામે રૂ. ૪.૯૨ કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવામાં આવી છે. માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુના હસ્તે ગાધકડા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તથા રૂ. ૩૪.૮૩ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોટા ભમોદ્રા ગામે રૂ. ૪.૫૮ કરોડના વિકાસકામો અંતર્ગત નાલ-ભમોદ્રા રોડ (રૂ. ૨.૮૦ લાખ), લાઈબ્રેરી (રૂ. ૩૫ લાખ), સબ-સેન્ટર (રૂ. ૪૫ લાખ) અને આંગણવાડીના (રૂ. ૧૮ લાખ) ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૦ લાખના સુવિધા પથનું લોકાર્પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ભીખાભાઈ ધોરાજીયા પ્રભારી તાલુકા ભાજપ, રજનીભાઇ ડોબરિયા પ્રમુખ તાલુકા ભાજપ, પ્રકાશભાઈ પાનસુરિયા ચેરમેન જાહેર બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત અમરેલી, પ્રદિપ ભાખર ચેરમેન પ્રતિ નિધિ આરોગ્ય સમિતિ,ચેરમેન દિપકભાઈ માલાણી માર્કેટ યાર્ડ, તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સદસ્યો, સંગઠન હોદેદારો, આગેવાનો,પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા