અમરેલી ખાતે અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કુલ કોલેજ હોસ્ટેલ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભગવાન ગણેશજીનું ડીજે અને ડિસ્કોના તાલે ધામધૂમપૂર્વક ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ અને કોલેજના GS તથા JGS એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને મહા આરતી કરી હતી. આરતી પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.









































