કુકવાવના જીથુડી ગામે પરિણીતાને કરિયાવર મુદ્દે ત્રાસ આપવામાં આવ્યો હતો. હાલ નાના લીલીયામાં રહેતા ઇન્દુબેન જીલુભાઇ ધાધલ (ઉવ.૩૬)એ પતિ જીલુભાઇ ભીમભાઇ ધાધલ, સસરા ભીમભાઇ લખુભાઇ ધાધલ તથા સાસુ શાંતુબેન ભીમભાઇ ધાધલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્ન આશરે ચૌદેક વર્ષ પહેલા થયા હતા. પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે તેમણે પતિને ટોકતા પટ્ટા વડે શરીરે આડેધડ મુંઢમાર માર્યો હતો. સસરા-સાસુએ કામ બાબતે તેમજ કરીયાવર બાબતે મેણાટોણા માર્યા હતા. તેમજ પતિ તથા સાસુ-સસરાએ જેમફાવે તેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મધુભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.