અમરેલીમાં કલ્ચરલ અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થિનીઓએ સિદ્ધિ હાંસલ કરી છે. કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી દ્વારા આયોજિત વારસાની રમતો ‘આનંદોત્સવ-૨૦૨૬’માં ટી.પી.એન અને એમ.ટી. ગાંધી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મ્યુઝિકલ ચેર, લીંબુ ચમચી, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, ત્રિપગી દોડ અને રસ્સા ખેંચ જેવી પરંપરાગત રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શિલ્ડ તેમજ ટ્રોફીઓ જીતી શાળાનું નામ રોશન કર્યું છે. આ સફળતા બદલ શાળાના નિયામક અરૂણાબેન માલાણી, આચાર્ય ક્રિષ્નાબેન અને સ્ટાફગણે બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.










































