ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બેટ ભલે શાંત રહ્યો હોય, પરંતુ ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીની પ્રતિભા પર વિશ્વનો વિશ્વાસ હજુ પણ ઓછો થયો નથી. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ યુવા ભારતીય બેટ્‌સમેનની પ્રશંસા કરતા કહ્યું છે કે જા તેને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે તો તે આગામી વર્ષોમાં ક્રિકેટમાં પેઢી બદલનાર ખેલાડી સાબિત થઈ શકે છે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૨૩ જુલાઈથી શરૂ થતી ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી પહેલા, રઝાએ કહ્યું કે આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું એ એક મોટી સિદ્ધિ છે, અને ફક્ત બે કે ત્રણ મેચના આધારે ખેલાડીની ટીકા કરવી અન્યાયી છે.જિયોસ્ટાર સાથે વાત કરતા રઝાએ કહ્યું કે વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર છે. જા ૧૫ વર્ષનો ખેલાડી આંતરરાષ્ટÙીય ક્રિકેટ રમી રહ્યો હોય, તો ફક્ત બે કે ત્રણ મેચ પછી તેની ટીકા કરવી અન્યાયી છે. તેની આસપાસ ઘણા અનુભવી ખેલાડીઓ છે. જા તેને યોગ્ય રીતે માર્ગદર્શન અને વ્યવસ્થાપિત કરવામાં આવે, તો તે આગામી પેઢીનો મહાન ક્રિકેટર બની શકે છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. તેણે ત્રણ ટી ૨૦માં ૧૪, ૧૩ અને ૧૫ રન બનાવ્યા. તે બે વાર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાફ્રા આર્ચરના શોર્ટ બોલમાં કેચ પકડાયો હતો. આ પ્રવાસમાં ભારતને પણ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ઈંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણી ૦-૪થી હારી ગઈ હતી.
ઈંગ્લેન્ડમાં નિષ્ફળતા બાદ, વૈભવ એવા સ્થળે પાછો ફરી રહ્યો છે જ્યાં તેણે થોડા મહિના પહેલા પોતાની બેટિંગથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. જાન્યુઆરીમાં હરારેમાં રમાયેલી યુ ૧૯ વર્લ્ડ કપ ફાઇનલમાં, તેણે ઈંગ્લેન્ડ સામે માત્ર ૮૦ બોલમાં વિસ્ફોટક ૧૭૫ રન બનાવીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. આ વખતે, સંજુ સેમસનનો ભારતીય ટીમમાં સમાવેશ નથી. તેથી, વૈભવને ઓપનિંગ પોઝિશન પર સતત તકો મળવાની શક્્યતા છે. રઝા માને છે કે છેલ્લા એક વર્ષમાં વૈભવે જે સિદ્ધિઓ મેળવી છે તે કોઈપણ યુવા ખેલાડી માટે અસાધારણ છે.