સાવરકુંડલા-લીલીયા વિસ્તારમાં મંજૂર થયેલી GIDCના સુચારુ વિકાસ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તથા GIDCના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધાઓ, માળખાકીય વ્યવસ્થા, રસ્તા સહિતના વિકાસકાર્યો અને ઉદ્યોગકારોની સ્થાનિક જરૂરિયાતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક ઉદ્યોગકારોના પ્રશ્નો અને સૂચનો સાંભળી GIDCના વિકાસકાર્યો ઝડપથી આગળ વધે તે અંગે ચર્ચા કરાઈ હતી. સંબંધિત અધિકારીઓને ઉદ્યોગકારોની મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.