ફિફા કપ ૨૦૨૬ ફાઇનલમાં સ્પેન સામે હાર્યા બાદ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી ૨૧ જુલાઈના રોજ ઘરે પરત ફર્યા હતા. ટુર્નામેન્ટના વ્યસ્ત સમયપત્રક પછી, મેસ્સી હવે થોડા દિવસો તેના પરિવાર સાથે આરામ કરશે. જાકે મોટી સંખ્યામાં ચાહકો તેમના મનપસંદ ખેલાડીની એક ઝલક જાવા માટે વહેલી સવારે એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ મેસ્સી કોઈને મળ્યા વિના તેના ઘરે જતા રહેતા તેઓ નિરાશ થયા હતા.મેસ્સીનું ખાનગી વિમાન આર્જેન્ટિનાના રોઝારિયો નજીક, ફોર્ટ લોડરડેલ, અમેરિકાના ફ્લોરિડાથી ઉતર્યું. આર્જેન્ટિનાના ધ્વજ સાથે ચાહકો ઘણા કલાકો પહેલા એરપોર્ટ પર હાજર હતા. કેટલાક સવારે ૩ઃ૩૦ વાગ્યે આવી પહોંચ્યા હતા, પરંતુ મેસ્સી કોઈને મળ્યો ન હતો. ચાહકોએ ફક્ત મેસ્સી, તેની પત્ની એન્ટોનેલા રોકુઝો અને તેમના ત્રણ બાળકોને લઈને જતી એસયુવી જાઈ, જે રોઝારિયો નજીકના ખાનગી વિસ્તાર ફ્યુનેસ માટે રવાના થઈ રહી હતી.મેસ્સી એરપોર્ટથી પોતાના ઘરે જવા રવાના થયો હોવા છતાં, આર્જેન્ટિનાની ૨૬ સભ્યોની વર્લ્ડ કપ ટીમના ૧૫ ખેલાડીઓ અને મુખ્ય કોચ લિયોનેલ સ્કેલોની સોમવારે ચાર્ટર્ડ પ્લેનમાં બ્યુનોસ એરેસ પહોંચી ગયા હતા. ત્યારબાદ તેઓ એરપોર્ટથી આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશનના મુખ્યાલય સુધી બસ દ્વારા મુસાફરી કરી. આ સમય દરમિયાન, લાખો ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક જાવા માટે ઉત્સુક હતા.
રવિવારે ન્યૂ જર્સીના ઈસ્ટ રૂથરફોર્ડમાં રમાયેલા વર્લ્ડ કપ ફાઇનલમાં, સ્પેને વધારાના સમયમાં આર્જેન્ટિનાને ૧-૦ થી હરાવ્યું. ફેરન ટોરેસે સ્પેન માટે નિર્ણાયક ગોલ કર્યો. મેસ્સીના કારકિર્દીનો આ ત્રીજા વર્લ્ડ કપ ફાઇનલ હતો. તે અગાઉ ૨૦૧૪ અને ૨૦૨૨ માં ફાઇનલ રમી ચુક્યો છે. મેસ્સીએ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું, આઠ ગોલ કર્યા અને ગોલ્ડન બૂટની રેસમાં બીજા સ્થાને રહ્યો. ફ્રાન્સના કાયલિયન એમબાપ્પેએ ૧૦ ગોલ સાથે સતત બીજી વખત ગોલ્ડન બૂટ જીત્યો. હવે, થોડા દિવસના આરામ પછી, મેસ્સી જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ઇન્ટર મિયામી સાથે મેજર લીગ સોકરમાં મેદાનમાં પાછો ફરશે.






































