જાફરાબાદમાં બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. જીગ્નેશભાઇ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૨૬)એ ભારતીબેન દિનેશભાઇ સોલંકી, મનિષભાઇ મોહનભાઇ સોલંકી, મોહનભાઇ મંગાભાઇ સોલંકી, તુષારભાઇ નરેશભાઇ બારૈયા, મનિષભાઇ નરેશભાઇ બારૈયા, દિનેશભાઇ કરશનભાઇ બારૈયા, નરેશભાઇ રાજાભાઇ બારૈયા, નિતિનભાઇ રામજીભાઇ બારૈયા, કશ્યપભાઇ દિનેશભાઇ સોલંકી, જીવીબેન મોહનભાઇ સોલંકી, જયશ્રીબેન સચીનભાઇ બારૈયા, વસંતીબેન શુકરભાઇ બારૈયા તથા પંકજભાઇ મોહનભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.ભારતીબેન સોલંકીએ તેમના ઘર પાસે જઇને કહ્યું કે, “તું મારા દિકરાને કેમ ગાળો આપે છે અને બાયલો કેમ કહે છે?” જેથી તેમણે કહ્યું કે, “હું કોઇને ગાળો આપતો નથી પરંતુ તમારો દિકરો મારા ભાઇને જાફરાબાદનો રોકી કહે છે.” તેવામાં મનિષભાઈ સોલંકીએ આવી તેના ભાઇને ઝાપટ મારી હતી. મોહનભાઈ સોલંકીએ આવી તેના ભાઇને પેટમાં પાટુ માર્યું હતું. ઉપરાંત, આરોપીઓએ તેમના ઘરની જાળી ઉપર ચડી બંધ હાલતના કેમેરા તોડી રૂ. ૩૦૦૦નું નુકસાન કર્યું હતું. તેમજ ત્યાં ઉભેલા તેમના મામીનું પાછળના ભાગેથી બ્લાઉઝ ફાડી નાંખી છેડતી કરી હતી, તેમજ વિજયભાઇને મોઢાના ભાગે તથા છાતીના ભાગે પાટુ માર્યું હતું. આરોપીઓએ જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી.જે બાદ હાલ મુંબઈ રહેતા જયશ્રીબેન સચીનભાઇ બારૈયા (ઉ.વ.૩૫)એ પ્રફુલભાઇ પ્રવિણભાઇ સોલંકી, જીગ્નેશભાઇ પ્રવિણભાઇ સોલંકી, જયદીપભાઇ પ્રવિણભાઇ સોલંકી, વિજયભાઇ ભગવાનભાઇ, દિપકભાઇ ભગવાનભાઇ, વર્ષાબેન દિપકભાઇ તથા સવિતાબેન પ્રવિણભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પ્રફુલભાઈ સોલંકીએ નશાની હાલતમાં તેમના પપ્પાના ઘરે આવી તેમને ગાળો આપી હતી. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતા તેનો હાથ પકડી છેડતી કરવાના ઇરાદે સાડીનો છેડો ખેંચ્યો હતો, જેથી તેઓ ઘરે જતા રહ્યા હતા.જે બાદ તેમના ફઇ ભારતીબેને પ્રફુલભાઈ સોલંકીના ઘરે જઇ કહેલ કે, “મારા દિકરાને બાયલો કેમ કહે છે?” જેથી તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી. અવાજ અને દેકારો થતાં તેના પરિવારજનો આવી જતા વધુ મારમાંથી બચાવ્યા હતા અને ઝઘડો નહીં કરવા સમજાવ્યા હતા. પરંતુ એકસંપ કરી માર મારી તેમને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.