સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું સૌથી મોટું નેટવર્ક રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યું છે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિને અસર કરી શકે તેવા તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખવાના પ્રયાસને રોકવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થાનગઢ, જારાવરનગર, ચુડા, સાયલા, ધાંગધ્રા વિસ્તારોમાંથી આ નેટવર્કને તોડી પાડવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ૧૦ આરોપીઓને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સતત ડ્રાઇવ અને ઓપરેશન ચલાવીને પિસ્તોલ, બારબોર અને ગેરકાયદેસર હાથબનાવટી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી ૨૮ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.રાજકોટ રેન્જ આઈજીની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-સાળંગપુર રોડ પરથી નૃપેન્દ્ર પટગીરને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો હતો. તેની ફોર્ચ્યુનર કારમાંથી બે પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સફળતાના આધારે જિલ્લામાં હથિયારોના સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થયો હતો.ઝડપાયેલા આરોપીઓની યાદીઃચોટીલાઃ નૃપેન્દ્ર પટગીર થાનગઢઃ રાહુલ પરમાર, મેહુલ પરમાર, કાળું પરમાર, મેલું પરમાર જારાવરનગરઃ નવઘણ જાગરાણા ચુડાઃ પ્રવીણ ભાભળા, હરેશ ઘાટલીયા ધજાળાઃ હર્ષ પટેલ, મંદર ડાભી આણંદપુરઃ વિનુભાઈ ચૌહાણ ધાંગધ્રાઃ કાદર સિપાઈ પોલીસના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારો સુરેન્દ્રનગરમાં ઘુસાડવામાં આવી રહ્યા છે અને સ્થાનિક સ્તરે વેચાણ કરવામાં આવે છે. આ તપાસ હજુ ચાલુ છે. પ્રથમ તબક્કામાં ૧૪ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને ૧.૩૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે.
રેન્જ આઈજીના આદેશ અનુસાર આવા વિસ્તારોમાં (ખાસ કરીને ખનીજ ચોરીના પ્રમાણમાં વધુ જાવા મળતા વિસ્તારો) સતત ડ્રાઇવ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.