અમરેલીના જાળીયા ગામે ઘરની બહાર પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીમાં આગ લાગી હતી. આશિષભાઇ વિનોદભાઇ હરખાણી (ઉં.વ. ૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમના કંપની માલિક આકાશભાઇ ભાસ્કરરાય જોશીની ફોર વ્હીલ ગાડી ઘરની બાજુમાં જાહેર રોડ પર પાર્ક કરી હતી. તેમાં કોઇ કારણસર આગ લાગતાં આગળનું બોનેટ તેમજ હેડલાઇટ વાળો ભાગ બળી જતાં અંદાજે રૂ. બે લાખનું નુકસાન થયું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.







































