સાવરકુંડલાના ભમ્મર ગામે વીજશોકથી ભેંસનું મોત થયું હતું. આ અંગે આલીંગભાઈ બચુભાઈ ભુકણ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ ભેંસો ચરાવીને પરત ઘરે જતા હતા તે વખતે જામવાળી નદીના કાંઠે ‘ટેકરાવાળી ધાર’ તરીકે ઓળખાતી જગ્યા પાસે નદીમાં ભેંસો પાણી પીવા ગઈ હતી. તે દરમિયાન એક ભેંસ ઇલેક્ટ્રિક ટી.સી. પાસેથી પસાર થતાં, ટી.સી.માંથી પસાર થતા પાવરનો ઇલેક્ટ્રિક શોક લાગતાં ભેંસનું મરણ થયું હતું.








































