ગાઝિયાબાદની ગૌર સિદ્ધાર્થમ સોસાયટીમાં મંગળવારે સાંજે અફરાતફરી મચી ગઈ હતી. અહીં એક ૧૬ વર્ષની વિદ્યાર્થિનીએ ૧૫મા માળેથી છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીને પોલીસની મદદથી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને સ્થળની તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ પણ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમાં તેણે અભ્યાસને લગતા દબાણનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
વિજયનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ધર્મપાલ સિંહના જણાવ્યા અનુસાર, ઘટના મંગળવારે સાંજે લગભગ ૬ઃ૩૦ વાગ્યે બની હતી. લગભગ ૭ વાગ્યે ડાયલ-૧૧૨ દ્વારા પોલીસને ગૌર સિદ્ધાર્થમ સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ૧૫માં માળેલી ઝંપ લાવ્યું હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ વિજયનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટના બાદ સોસાયટીમાં ઘણા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો. આસપાસના લોકોની ભીડ પણ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
આ ઘટના ગૌર સિદ્ધાર્થમ સોસાયટીના ટાવરમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ શનાયા બિષ્ટ (ઉં.વ.૧૬), પુત્રી દેવેન્દ્ર સિંહ, ફ્લેટ નંબર ૧૫૭૬, ૈં ટાવર, ગૌર સિદ્ધાર્થમ સોસાયટી તરીકે થઈ છે. ઘટનાની જાણ સોસાયટીના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘટનાને લગતી જરૂરી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે પોલીસે વિદ્યાર્થિનીના પરિવાર અને આસપાસના લોકો પાસેથી પણ ઘટનાને લગતી માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે અને સામે આવેલા તમામ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી હતી. તેમાં શૈક્ષણિક એટલે કે અભ્યાસને લગતા દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ નોટને તપાસનો ભાગ બનાવી છે અને તેના આધારે પણ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જાકે, પોલીસનું કહેવું છે કે ઘટનાને લગતા અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થિનીના અભ્યાસ, તેની આસપાસનું વાતાવરણ અને ઘટના પહેલાંની પરિÂસ્થતિ સાથે જોડાયેલી બાબતોને પણ તપાસમાં સામેલ કરવામાં આવી રહી છે.ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ પુરાવાઓને તપાસ માટે પોતાના કબજામાં લીધા હતા. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ધર્મપાલ સિંહે જણાવ્યું હતું કે મામલામાં જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.