સાવરકુંડલા શહેરમાં ટાઉન પોલીસ સ્ટેશનથી નગરપાલિકા તરફ જતો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાયો છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તે દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય વધ્યો છે. ખાસ કરીને મોટા વાહનો ખાડામાંથી પસાર થાય ત્યારે પાણી ઉછળીને નાના વાહનો તેમજ રસ્તા પર ચાલતા રાહદારીઓ પર પડતું હોવાથી પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક ફરિયાદો કરવામાં આવી છે. લોકોએ તાત્કાલિક રસ્તાના ખાડા પૂરવા અને જરૂરી રિપેરિંગ હાથ ધરી વાહનચાલકો તથા રાહદારીઓને રાહત આપવાની માંગ કરી છે.








































