જાફરાબાદ શહેરના મુસાફરોને રાજકોટ જવા માટે હવે વધુ એક એસ.ટી બસની સુવિધા મળશે. રાજુલાથી રાજકોટ જતી બસ સેવાને હવે જાફરાબાદ સુધી લંબાવવામાં આવી છે. આ નવી બસ સેવા ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬થી શરૂ થશે. મુસાફરોની સુવિધા વધારવા માટે લેવાયેલા આ નિર્ણયથી જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારના લોકોને રાજકોટ તરફ મુસાફરીમાં વધુ સુવિધા મળશે. ધારાસભ્ય હીરાલાલ સોલંકીની રજૂઆત બાદ એસ.ટી વિભાગ દ્વારા બસ સેવા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઈ વોરાએ પણ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી સતત રજૂઆતો કરી હતી. બંનેની રજૂઆતને પગલે આ બસ સેવા જાફરાબાદ સુધી લંબાવવામાં આવી છે.