લીલીયા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ.ડી. સાળુંકેના અધ્યક્ષસ્થાને લોકદરબાર તેમજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં લીલીયા તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. લોકદરબારમાં ટ્રાફિક નિયમોનું પાલન, જુગાર-દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ, વ્યાજખોરી તથા સાયબર ક્રાઇમ અંગે લોકોને સાવચેત કરાયા હતા. ઉપરાંત છજીદ્ભ એપ્લિકેશન, ૧૮૧ અને ૧૧૨ હેલ્પલાઇન અંગે માહિતી આપી જરૂરિયાત સમયે ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. ગામમાં અસામાજિક તત્વો સક્રિય હોય અથવા કોઈ ફરિયાદ હોય તો પોલીસને ખાનગી રીતે જાણ કરવા અપીલ કરાઈ હતી. આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા થઈ હતી. પીએસઆઈ વાય.એમ. જાડેજા સહિત પોલીસ કર્મચારીઓ તથા આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































