ગીર સોમનાથ જિલ્લાના નાથળ જ્યોતિગ્રામ યોજના હેઠળ આવતા ગામોમાં વારંવાર વીજ કાપ, વીજ વાયર તૂટવા અને ડીમ પાવરની સમસ્યાથી ગ્રામજનો પરેશાન છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જિલ્લા પંચાયતના મોટાડેસર બેઠકના સભ્ય દક્ષાબેન ભરતભાઈ શિંગડેએ ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરી છે. નાથળ, મોટા ડેસર, શાહ ડેસર, લામધાર સહિતના ગામોમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાય છે. ગ્રામજનોને નિયમિત વીજ કાપ ઉપરાંત રિપેરિંગના બહાને પણ વીજળી બંધ રહેતી હોવાની ફરિયાદ છે. જેથી વીજ વ્યવસ્થા સુધારવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.








































