બાબરા તાલુકાના અમરાપરા ગામમાં અષાઢી બીજના પાવન પર્વે યુવાનો અને તાપડીયા આશ્રમ યુવક મંડળ દ્વારા નિઃસ્વાર્થ જીવદયા સેવાની વર્ષો જૂની પરંપરા ઉત્સાહભેર નિભાવવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિના કરુણા અને સેવાના મૂલ્યોને સાર્થક કરતા યુવાનોએ ગામની શેરીએ-શેરીએ ફરીને શ્વાનોને પ્રેમપૂર્વક લાડુ ખવડાવ્યા હતા. નવી પેઢી માટે પ્રેરણારૂપ બનેલા આ સરાહનીય કાર્યને સમગ્ર ગ્રામજનોએ બિરદાવ્યું હતું. આ અનોખી સેવામાં માનસિંગભાઈ પઢીયાર, ચેતનદાદા જોશી, સુખાભાઈ ડાભી, હિંમતભાઈ મેર, કિશોરભાઈ તાગડિયા અને નટુભાઈ માળી સહિતના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને માનવતા અને જીવદયાનો સંદેશ આપ્યો હતો.






































