ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે તા.૧૭-૦૯-૨૦૨૬, ગુરુવારના રોજ ૧૦૨મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર, મુંબઈના આર્થિક સહયોગથી તેમજ સુદર્શન નેત્રાલય, અમરેલી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી) અને ભૂરખીયા મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં ડો. રવિભાઈ પરમારે ૧૭૦ દર્દીઓની આંખોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ૫૪ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે અને ૪ દર્દીઓને વેલના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત, ચશ્મા માટે ૨૪ ઓર્ડર નોંધવામાં આવ્યા હતા. કેમ્પમાં આંખોની નિઃશુલ્ક તપાસ અને જરૂરી માર્ગદર્શન મળતાં દર્દીઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હનુમાનજી દાદાની કૃપાથી કેમ્પ સફળ રહ્યો હતો.









































