અમરેલી જિલ્લામાંથી વધુ બે લોકો લાપતા બન્યા હતા. બગસરામાં રહેતા રાજુભાઇ રમણીકભાઇ ત્રિવેદી (ઉ.વ.૭૬) એ જાહેર કર્યા મુજબ તેમનો દિકરો મયુરભાઇ (ઉ.વ.૩૭)તા.૦૫/૦૭/૨૦૨૬ ના બપોરના આશરે સાડા અગિયારેક વાગ્યે બગસરા મુકામેથી કોઇને કંઇ જાણ કર્યા વગર કંયાક જતો રહ્યો હતો. આજદિન સુધી પરત આવ્યો નથી. બીજા બનાવમાં ધારીના ડાંગાવદર ગામે રહેતા બાબુભાઇ ખોડાભાઇ ચાવડા (ઉ.વ.૪૬)એ તજાહેર કર્યા પ્રમાણે, તેમની પુત્રી રિધ્ધિબેન (ઉ.વ.૧૮) ઘરેથી જીલ્લા કુટીર ઉદ્યોગનું ફોર્મ ભરવા જાવ છું તેમ કહી નીકળ્યા બાદ પરત ફરી નહોતી.