ઇંગ્લેન્ડે લોર્ડ્‌સ ખાતે ત્રીજી વનડેમાં ભારતને ૨૭ રનથી હરાવીને શ્રેણી ૨-૧થી જીતી લીધી. હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ સ્પષ્ટપણે ગુસ્સે ભરાયા હતા. તેમણે પોતાના સાથી ખેલાડીઓની ફિટનેસ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય ટીમ આખી શ્રેણી દરમિયાન ઇજાઓથી પીડાતી હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમના બેકઅપ નીતિશ કુમાર રેડ્ડી શ્રેણી શરૂ થાય તે પહેલાં ઘાયલ થયા હતા. પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર પણ અલગ અલગ સમયે ઘાયલ થયા હતા.બીજી મેચમાં ઘૂંટણની ઇજાને કારણે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અંતિમ મેચમાંથી બહાર થઈ ગયો ત્યારે ટીમને મોટો ફટકો પડ્યો. શુભમન ગિલે લોર્ડ્‌સ વનડે પછી જણાવ્યું હતું કે શરૂઆતની કોર ટીમના ઓછામાં ઓછા પાંચ ખેલાડીઓ આ અંતિમ મેચમાં રમી શક્યા નથી. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે એક કે બે ખેલાડીઓ સતત ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે ટીમનું સંયોજન સંપૂર્ણપણે વિક્ષેપિત થાય છે, અને આપણે ન ઇચ્છતા હોવા છતાં પણ જુદા જુદા સંયોજનો સાથે રમવાની ફરજ પડે છે.શુભમન ગિલે સરળ શબ્દોમાં કહ્યું, “આગળ વર્લ્ડ કપમાં અમારી પાસે સતત ૧૧ મેચ બાકી છે, પરંતુ અહીં અમારા ખેલાડીઓ ૨-૩ મેચની ટૂંકી શ્રેણી પણ પૂર્ણ કરી શકતા નથી.” તેમણે ઉમેર્યું કે જા કોઈ ખેલાડી મેચની સવારે વહેલી તકે આવે અને કહે કે તેમને સ્નાયુઓમાં ખેંચાણ છે, તો છેલ્લી ઘડીએ આખી યોજના બદલવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આપણે એવા ખેલાડીને રમવાનું જાખમ લઈ શકતા નથી જે ફક્ત ૮૦ ટકા ફિટ છે, કારણ કે જા તે મેચની વચ્ચે મેદાન છોડી દે છે, તો તે ફક્ત ટીમને નુકસાન પહોંચાડશે. ગિલે ચેતવણી આપી હતી કે જા આપણે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવા માંગતા હોઈએ તો આખી ટીમે કોઈપણ કિંમતે તેની ફિટનેસ સુધારવી જાઈએ.કેપ્ટન શુભમન ગિલ પોતે સંપૂર્ણપણે ફિટ દેખાતો ન હતો. બ‹મગહામમાં રમાયેલી પહેલી મેચમાં, તે ૮૦ રન પર બેટિંગ કરી રહ્યો હતો જ્યારે તેને ખેંચાણને કારણે હર્ટ થવું પડ્યું. લોર્ડ્‌સમાં અંતિમ મેચમાં પણ તેને ખેંચાણનો અનુભવ થયો અને ૭૭ રન બનાવીને આઉટ થયો. ત્રીજી વનડેમાં, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સદી ફટકારી. તે ૧૩૮ રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ ૭૪ રનનું યોગદાન આપ્યું હતું.