રાજુલા શહેરમાં મુખ્યમંત્રી અને મોરારીબાપુના વરદ હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલના પ્રારંભે જ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને પ્રથમ દિવસે જ કુલ ૧૫૨ દર્દીઓએ હોસ્પિટલની સેવાઓનો લાભ લીધો હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. ખાસ કરીને ૯ વર્ષીય બાળકી ક્રિષ્ના બાબરીયાને ઈમરજન્સીમાં સચોટ સારવાર મળતા તેના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
અહીં તમામ દર્દીઓને સંપૂર્ણ સુવિધાઓ સાથે તદ્દન મફત સારવાર પૂરી પાડવામાં આવશે.