મહેસાણા જિલ્લામાં એક વિવાદાસ્પદ દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. એક પરણિત યુવકે પોતાને અપરણિત બતાવીને એક યુવતી સાથે લગ્નનું વચન આપીને છેલ્લા એક વર્ષથી તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હોવાનો આરોપ છે. યુવતી ગર્ભવતી બનતાં આ મામલો સામે આવ્યો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી વનરાજ ઠાકોર એક સ્થાનિક ગાયક છે. તેણે યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું. યુવતી અપરણિત છે અને આરોપીએ પોતાને પણ અપરણિત જણાવ્યો હતો. જોકે, તે પહેલેથી જ પરણિત છે.
યુવતીની ફરિયાદ મુજબ, વનરાજ ઠાકોરે તેને લગ્ન કરવાનું વચન આપીને છેલ્લા એક વર્ષથી તેની સાથે શારીરિક સંબંધો સ્થાપિત કર્યા હતા.વિશ્વાસ ઘાત કરીને વારંવાર દુષ્કર્મની ઘટના બનાવી હતી. જ્યારે યુવતી ગર્ભવતી બની ત્યારે આરોપીએ ગર્ભપાત કરાવવાનું કહ્યું. યુવતીએ વિરોધ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે.આ ઘટનાથી યુવતી માનસિક અને શારીરિક રીતે તૂટી પડી છે. તેણે મહેસાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.









































