અમરેલી ખાતે કલેક્ટર કચેરી કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારમાં જાહેર વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર ખાસ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી કલેક્ટર કચેરી વિસ્તારને સંવેદનશીલ ઝોન જાહેર કર્યો છે. જાહેરનામા મુજબ કલેક્ટર કચેરી કેમ્પસ તથા તેની આજુબાજુના ૫૦ મીટર વિસ્તારની અંદર ઉપવાસ, ધરણા, વિરોધ પ્રદર્શન, જાહેર સભા અથવા ટોળાં એકત્રિત કરવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ જાહેર શાંતિને ભંગ કરે તેવા સૂત્રોચ્ચાર, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને અફવા ફેલાવવાના કૃત્યો પણ પ્રતિબંધિત ગણાવવામાં આવ્યા છે.











































