અમરેલીના સાજીયાવદર ગામે BSNL એક્સચેન્જ બિલ્ડિંગમાં ચોરી થઈ હતી. આ અંગે અમિતભાઈ મેરુભાઈ ભૂતિયા (ઉં.વ. ૪૭, જ્યુનિયર ટેલિકોમ ઓફિસર, BSNL અમરેલી)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ચોર ઈસમે સાજીયાવદર તથા કેરીયાચાડ ગામ ખાતે આવેલી BSNL એક્સચેન્જ બિલ્ડિંગમાં રાત્રિના સમયે ગેરકાયદે પ્રવેશ કરી, ટાવરનો કેબલ વાયર (આશરે ૫ કિ.ગ્રા., કિંમત રૂ. ૨,૫૦૦) તથા ટાવર કાર્ડ નંગ-૨ (કિંમત રૂ. ૧,૦૦૦) મળી કુલ રૂ. ૩,૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.