અમરેલી જિલ્લાના ખીજડિયા ખારી ગામના વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં અજાણ્યો વ્યક્તિ ડૂબી જવાની ઘટના સામે આવી હતી. સવારે ૧૦ઃ૦૫ કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ઘટનાની ટેલિફોનિક જાણ થતાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર
એચ.બી. બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે કુશળતા અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢી પરિવારજનોને સોંપ્યો હતો. કામગીરીમાં ભગવતસિંહ ગોહિલ, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા અને કૌશિકભાઈ પરમારે મહત્વની કામગીરી બજાવી હતી.








































