હનુમાન પરા રોડ પર આવેલી પાઠક સ્કૂલ પાસે વગર વરસાદે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર પડેલા વિશાળ અને જીવલેણ ખાડાઓમાં ગંદુ પાણી ભરાતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને જળનિકાલ વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ છે. વાહનચાલકો અને શાળાએ જતા નિર્દોષ ભૂલકાંઓ પર અકસ્માતનું સદા પાકી જોખમ તોળાઈ રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં નિષ્ક્રિય બનેલું પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.








































