બાબરા-ચીતલ રોડ પર આવેલા અમરાપરા સેવા સહકારી મંડળીના ગોડાઉન સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક પરથી કાબુ ગુમાવતાં  વાહન સ્લીપ થઈ ગયું હતું, જેમાં બાઇકચાલક ફંગોળાઈને ઈકો ગાડી સાથે અથડાવાના (ભટકાવાના) કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના વિજયભાઇ ગુમાનભાઇ જમરા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, મૃતક સંજયભાઇ ગુમાનભાઇ જમરા (ઉ.વ.૨૩)એ બાબરા-ચીતલ રોડ પર અમરાપરા સેવા સહકારી મંડળીના ગોડાઉન નજીક પહોંચતાં જ બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. વાહન સ્લીપ થઈ જતાં સંજયભાઈ રસ્તા પરથી ફંગોળાઈને સામેથી આવતી ઈકો ગાડી સાથે જોરદાર ધડાકાભેર અથડાયા હતા.આ અકસ્માતમાં તેમને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા કાનમાંથી અતિશય લોહી વહી જતાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. એસ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.