મોટા કૌભાંડની આશંકાથી પ્રજામાં ભારે આક્રોશ બગસરા નગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં વ્યાપક અનિયમિતતા, ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવતાં સમગ્ર શહેરમાં તીવ્ર જનરોષ વ્યાપી ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા તમામ નીતિ-નિયમો અને કરારની શરતોને નેવે મૂકીને અત્યંત મનસ્વી રીતે કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.સ્થાનિક નાગરિકો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો અનુસાર, શહેરના મોટા ભાગના રહેણાંક તેમજ વેપારી વિસ્તારોમાં કચરો એકત્રિત કરવા માટેની ગાડીઓ નિયમિતપણે આવતી જ નથી. પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે કેટલીક સોસાયટીઓ અને મહોલ્લાઓમાં ૩ થી ૪ દિવસ સુધી, તો વળી કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં સતત ૬-૬ દિવસ સુધી કચરા વાહનો બોલાવ્યા છતાં આવતા નથી. આ ગંભીર નિષ્ક્રિયતાના પરિણામે નાગરિકો ઘરનો એકત્રિત કચરો ક્યાં ફેંકવો તે વિકટ સમસ્યાથી ઘેરાયા છે અને મજબૂરીવશ ગંદકી ફેલાઈ રહી છે.શહેરીજનોનો ગંભીર આરોપ છે કે, ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ જ સંતોષકારક કામગીરી કર્યા વિના માત્ર કાગળ પર બિલ બનાવીને પ્રજાના પરસેવાની કમાણીના વેરાના નાણાં ખેરવી લેવાનું આ એક બહુ મોટું કૌભાંડ છે. જ્યારે પણ નાગરિકો ટેલિફોનિક રજૂઆત કે ફરિયાદ કરે છે, ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા “વાહન બગડેલું છે” અથવા “ડ્રાઇવર હાજર નથી” જેવા બહાના રજૂ કરી દિવસો પસાર કરી દેવામાં આવે છે.નગરપાલિકા તંત્ર અને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની આ કથિત મિલીભગત સામે રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ અને આકરી ચીમકી આપી છે કે જો વહેલી તકે આ નિષ્ફળ કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક પગલાં ભરીને કચરા કલેક્શનની કામગીરી સુચારૂ રૂપે શરૂ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા વિરુધ્ધ ઉગ્ર જનઆંદોલન છેડવામાં આવશે. હાલ તો આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની લોકબુલંદ માંગણી ઉઠી છે.
બગસરા, તા. ૨૩
બગસરા નગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં વ્યાપક અનિયમિતતા, ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવતાં સમગ્ર શહેરમાં તીવ્ર જનરોષ વ્યાપી ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા તમામ નીતિ-નિયમો અને કરારની શરતોને નેવે મૂકીને અત્યંત મનસ્વી રીતે કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.સ્થાનિક નાગરિકો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો અનુસાર, શહેરના મોટા ભાગના રહેણાંક તેમજ વેપારી વિસ્તારોમાં કચરો એકત્રિત કરવા માટેની ગાડીઓ નિયમિતપણે આવતી જ નથી. પરિસ્થિતિ એટલી હદે બગડી છે કે કેટલીક સોસાયટીઓ અને મહોલ્લાઓમાં ૩ થી ૪ દિવસ સુધી, તો વળી કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં સતત ૬-૬ દિવસ સુધી કચરા વાહનો બોલાવ્યા છતાં આવતા નથી. આ ગંભીર નિષ્ક્રિયતાના પરિણામે નાગરિકો ઘરનો એકત્રિત કચરો ક્યાં ફેંકવો તે વિકટ સમસ્યાથી ઘેરાયા છે અને મજબૂરીવશ ગંદકી ફેલાઈ રહી છે.શહેરીજનોનો ગંભીર આરોપ છે કે, ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ જ સંતોષકારક કામગીરી કર્યા વિના માત્ર કાગળ પર બિલ બનાવીને પ્રજાના પરસેવાની કમાણીના વેરાના નાણાં ખેરવી લેવાનું આ એક બહુ મોટું કૌભાંડ છે. જ્યારે પણ નાગરિકો ટેલિફોનિક રજૂઆત કે ફરિયાદ કરે છે, ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા “વાહન બગડેલું છે” અથવા “ડ્રાઇવર હાજર નથી” જેવા બહાના રજૂ કરી દિવસો પસાર કરી દેવામાં આવે છે.નગરપાલિકા તંત્ર અને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની આ કથિત મિલીભગત સામે રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ અને આકરી ચીમકી આપી છે કે જો વહેલી તકે આ નિષ્ફળ કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક પગલાં ભરીને કચરા કલેક્શનની કામગીરી સુચારૂ રૂપે શરૂ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા વિરુધ્ધ ઉગ્ર જનઆંદોલન છેડવામાં આવશે. હાલ તો આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની લોકબુલંદ માંગણી ઉઠી છે.
નગરપાલિકાના સરકારી વાહનોની તર્જ પર કચરા કલેક્શન ગાડીઓમાં પણ ત્વરિત ધોરણે જીપીએસ (GPS) સિસ્ટમ સજ્જ કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે. વાહનોમાં ડિજિટલ ટ્રેકિંગ લાગુ કરવાથી વાહનચાલકોની કામગીરી પારદર્શક બનશે અને કયા કયા વિસ્તારમાંથી કચરો એકત્રિત કરાયો તેની સચોટ માહિતી પ્રાપ્ત થશે. ઘણીવાર સફાઈ વાહનો નિયમિત ન આવતા હોવાની નાગરિકોની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. જીપીએસ તકનીકથી વાહનોનું રીયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે, જેથી વહીવટી તંત્ર સુચારૂ દેખરેખ રાખી શકશે અને સ્વચ્છતા અભિયાન વધુ અસરકારક પરિણામ આપશે.