અમરેલીના નાનાભંડારીયા ગામમાં ગઈ મોડી રાત્રે તસ્કરોએ ધાડ પાડી એક જ રાત્રે ચાર મકાનોને નિશાન બનાવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. તસ્કરો ઘરના દરવાજા અને તાળા તોડી અંદર પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે. મકાનોમાંથી રોકડ રકમ, દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સવારે ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તસ્કરોને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં સતત વધતી ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.







































