લાઠીના જરખીયા ગામે શૌચાલય જવાના બહાને નીકળેલી યુવતી લાપતા થઈ હતી. બનાવ અંગે ખીમજીભાઇ જેઠાભાઇ રાઠોડે (ઉ.વ. ૫૫) જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી પાયલબેન ખીમજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) પોતાના ઘરેથી શૌચાલય જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરી નહોતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































