વડિયાના બાર એશોસિએશનના પ્રમુખ ભીખુભાઇ વોરાએ સ્થાનિક વકીલોની રજુઆત અન્વયે વડિયા મામલતદારને જન્મ મરણ અધિનિયમ તળે રજુ થતી અરજીઓમાં પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ માટે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ તરફથી થયેલ આદેશ અનુસાર જન્મ-મરણ અધિનિયમ તળે ગુણદોશ ઉપર આવતી અરજીઓનો નિકાલ કરવાની મામલતદારને સત્તા છે. જેમાં મરણ નોંધની અરજીમાં અરજદાર પેઢીનામું, મૃતકના ફોટા, સંમતિપત્ર જેવી વધારાની કાર્યવાહીથી પક્ષકારોને પારાવાર મુશ્કેલીઓ પડે છે અને સમય પણ બગડે છે. જ્યારે જન્મ-મરણનું પ્રમાણપત્ર એ જાહેર ડોક્યુમેન્ટ છે અને અરજદારો અને સાહેદોના સોગંદનામા માન્ય છે, જો કોઈ પક્ષકાર ખોટું સોગંદનામુ કરે તો ફોજદારી ગુનો બંને છે. જે અંગે વહીવટી સરળતા માટે બિનજરૂરી ડોક્યુમેન્ટનો આગ્રહ નહિ રાખતા જાહેર નોટિસ અથવા સામે વાળાના એન.ઓ.સી. લઈ ને તાકીદ હુકમ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.