સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૫માં વિકાસના નવા અધ્યાયનો શુભારંભ થયો છે. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ વોર્ડના સદસ્ય શ્રી ચંપુભાઈ ધાધલ અને ઉષાબેન મહેતાના પ્રયાસોથી વણઝારા વાસ વિસ્તારમાં નવા રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ નૂતનબેન તન્ના, દિનેશભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ટાંક, દંડક અરવિંદભાઈ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરાયું હતું.






































