સાવરકુંડલાના વેપારી સાથે ખોટું નામ ધારણ કરી રૂ. ૮૩ હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી.રીશીભાઇ વિજયભાઇ મર્થક (ઉ.વ.૨૨)એ અમદાવાદના કુબેરનગરમાં રહેતા સૈયદ મોહમ્મદ યુનુસ અહમદમીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ પોતાનું ખોટું નામ મોહિત ધારણ કરી અલગ અલગ ઊઇ QR CODE મારફતે કુલ રૂ.૮૩,૦૦૦નું ઓનલાઇન ફ્રોડ કર્યું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. બી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.






































