જાફરાબાદ તાલુકાના રોહીસા ગામમાં રાત્રિના સમયે બે સિંહો ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ ચાલુ હતો ત્યારે બંને સિંહો કલાકો સુધી ગામમાં ફરતા રહ્યા હતા. આ દરમિયાન એક સિંહે રહેણાંક મકાનની સામે જ એક પશુનું મારણ કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં સિંહોની હાજરીને કારણે લોકોમાં સાવચેતી જોવા મળી હતી અને ઘણા ગ્રામજનો રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. રઘટનાની જાણ થતાં ગ્રામજનોએ વનવિભાગ દ્વારા જરૂરી સાવચેતી રાખવામાં આવે તેવી માંગ કરી હતી. વનવિભાગે ગામની આસપાસ સિંહોની હિલચાલ પર નજર રાખી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.સિંહોને સતત અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સિંહોને જંગલ વિસ્તારમાં તગેડવા ગ્રામજનોએ માંગ કરી છે.

































