અમરેલીમાં ગોઠણની બીમારીથી કંટાળી એક પરિણીતાએ ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો.શિલ્પાબેન અશ્વિનભાઈ પંડ્‌યા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમને છેલ્લા સાતેક વર્ષથી બંને પગના ગોઠણમાં અસહ્ય દુઃખાવાની બીમારી હતી. આ દુઃખાવાથી કંટાળીને તેમણે પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. કે. પરમાર આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.