અમરેલી જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા અમરેલી તાલુકાના પેન્શનરોને જણાવવાનું કે અમરેલી તાલુકા પેન્શન મંડળ દ્વારા૨૦૨૫-૨૬ ના વર્ષની વાર્ષિક સાધારણ સભાનું આયોજન નીચે દર્શાવેલ તારીખ, સમય, અને સ્થળે યોજવામાં આવેલ છે તો દરેક પેન્શનરોએ આ સભામાં હાજરી આપવા અપીલ કરાઈ છે તેમજ તાજેતરમાં નિવૃત થયેલ કર્મચારીઓ પણ આ મંડળમાં સામેલ થાય તેવો અનુરોધ કરાયો છે. સાધારણ સભામાં જિલ્લા તિજોરી અધિકારી તથા બેંક મેનેજર તેમજ ગુજરાત પેન્શનર મંડળના પ્રમુખ/પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાના હોય આપને મુંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. વધુમાં પ્રતિષ્ઠિત કંપનીના અધિકારીઓ નિવૃતિ પછીની પ્રવૃતિ તેમજ રીક્રુટમેન્ટ અંગે માર્ગદર્શન આપશે. તા.૧૯/૯/૨૦૨૬ મંગળવારના રોજ કપોળ મહાજન વાડી, ટાવર પાસે, મીરા પાન બાજુની ગુલીમાં, સવારના ૮-૩૦ થી ૧-૩૦ યોજાશે તેમ પ્રમુખ રાજેશ જયંતિલાલ મહેતા અને મહામંત્રી ઘનશ્યામભાઈ ગોરધનદાસ સોરઠીયા અમરેલી જિલ્લા પેન્શનર મંડળની યાદીમાં જણાવાયું છે.







































