અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. લાઠીના ઇગોરાળા ગામે આસોદર ગામ જવાના રસ્તેથી મધ્યપ્રદેશના ભાભરાના બડીપોલ કુંડીયા ફળીયાનો અને હાલ એકલારા ગામે વાડીએ રહેતો યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪ બોટલ સાથે ઝડપાયો હતો.સાવરકુંડલામાં જેસર રોડ પીકએપ બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી ૩૪ બોટલ મળી આવી હતી.દામનગરમાં નારાયણ નગર ગામે જલાલપુર રોડ ઉપર ભારત કોટન મીલ પાસે ઢોરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨ બોટલ મળી આવી હતી. સાવરકુંડલાના મણીનગરમાંથી ૧૨ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય ૪ સ્થળેથી ૮ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૩ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.