ધારીના આંબાગાળા ગામે માતાજીના મઢમાંથી ૮૪ હજારની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે સોઢાપરા ગામે રહેતા જગદીશભાઈ મગનભાઈ ચાવડા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના આંબાગાળા ગામે આવેલા ચાંમુડા માતાજીના મઢ (મંદીર)માં અપ પ્રવેશ કરી દાનપેટીમાંથી રૂ.૮૪,૦૦૦ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર વી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































