મહિલાઓને પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે પ્લેટફોર્મ અને નવી તકો મળી રહે તેવા ઉદ્દેશ સાથે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ત્રણ દિવસીય ‘નારી ઉત્સવ મેળા ૪.૦’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા મેળામાં ૧૬૦ થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકો અને એક્ઝિબિટર્સે ભાગ લીધો હતો. ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓ સહિત વિવિધ ક્ષેત્રની ઉદ્યોગસાહસિકોએ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. ત્રણ દિવસ દરમિયાન ૧૭ હજારથી વધુ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર નામિની ડિઝિગ્નેટ રો. વિપુલ પટેલ, આસિસ્ટન્ટ ગવર્નર સોનલ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન ચેરમેન રો. જતિન કથીરિયા, ચેરમેન રો. વીણા પટેલ અને કો-ઓર્ડિનેટર રો. પ્રફુલ ચોડવડીયાના સંકલનથી થયું









































