સાવરકુંડલાના જાબાળ ગામની મહિલાનું ડેમમાં ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે સુખાભાઈ પુનાભાઈ જોગરાણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, રામુબેન ગાંગાભાઈ જોગરાણા (ઉ.વ.૫૪) થોરાળીના રસ્તેથી જતા ડેમ કાંઠે પગ લપસી જતા ડેમમાં ડૂબી જતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન વી શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.



































