અમરેલીમાં રહેતા જીતુભાઈ ભીમાભાઈ પરમારે સાગરભાઈ વિનુભાઈ, સાગરભાઈનો ભાઈ અને બાપુજી એમ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાગરભાઈએ ‘તારી બાને ઘરમાં બેસાડવાની છે’ તેમ કહેતા જીતુભાઈએ ના પાડી હતી.
જેથી આરોપીએ પોતાની પાસે રહેલી ધારદાર તીક્ષ્ણ છરી વડે ડાબા હાથના ભાગે, ડાબા થાપા પર, વાંસાના ભાગે અને જમણા નેણ પર છરીના ઘા મારી જીવલેણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં ઈજાગ્રસ્તને શરીરે કુલ એકત્રીસ ટાંકા આવ્યા હતા. આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.









































