વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમરેલી જિલ્લા યુવા મોરચા દ્વારા જિલ્લાના વિવિધ શહેરો અને તાલુકાના મુખ્ય ગામોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે બાબરા શહેર યુવા ભાજપ દ્વારા બાબરા સહકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે બાબરા-લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા શહેર યુવા મોરચાના પ્રમુખ જયકિશનભાઈ સેલિયા, સહિત ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી. નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પરવાડિયા, જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, જિલ્લા પંચાયત સભ્ય અમરીશભાઈ વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.









































