રાજુલાના મોરંગી ગામે આવવા-જવાના રસ્તા પર દબાણ કરી મકાન બનાવવા મુદ્દે થયેલી માથાકૂટમાં મહિલાના વાળ પકડી ઢીકાપાટુ માર્યા હતા. રેખાબેન ભીમજીભાઇ ચાવડા (ઉ.વ.૪૦)એ નસીમબેન મહમદભાઇ શેખ, ગઝાલા આદિલભાઇ શેખ અને શેહનાઝબેન અબ્દુલભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ આરોપી મહિલાઓ ફરિયાદીના પાડોશી થાય છે. ફરિયાદી તથા આરોપી મહિલાઓને આવવા-જવાનો રસ્તો એક જ છે, જે રસ્તા પર આરોપી મહિલાઓએ દબાણ કરી મકાન બનાવ્યું હોય તેનો કેસ કોર્ટમાં ચાલે છે. જેની દાઝ રાખી આરોપી મહિલાઓએ વિરોધ કર્યો હતો.બાદમાં ફરિયાદી પોતાના ઘરનો કચરો વોંકળામાં નાખવા જતા આરોપી મહિલાઓએ તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેની અરજી તેમણે પોલીસ સ્ટેશનમાં આપી હતી.
આ બાબતની ખાર રાખી ત્રણેય આરોપી મહિલાઓએ ફરિયાદીના વાળ પકડી ઢીકાપાટુનો શરીરે આડેધડ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.









































