દામનગર શહેરમાં ભૂરખીયા રોડ પર ગુરુકુળ નજીક શ્રી માનવ સેવા આશ્રમની નિર્માણ માટેનું ભૂમિપૂજન સંપન્ન થયેલ છે. બુધવારે અહીંની પટેલ વાડીમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની હાજરીમાં યોજાયેલ વિના મૂલ્યે મેડીકલ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ ૧૪૦ દર્દીઓના વિવિધ રોગની તપાસ કરી હતી. આ ઉપરાંત આશ્રમ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૪ બોટલ રક્ત એકત્ર થયેલ. સામાજિક કાર્યકર પ્રીતેશભાઈ નારોલાએ જણાવ્યું કે, થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે લોહીની જરૂર હોય ત્યારે લોકોએ રક્તનું દાન આપવું જોઈએ.