ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામની સીમમાંથી વન વિભાગે એક હિંસક દીપડાને પાંજરે પૂર્યો છે. ગત ઓક્ટોબર ૧૯ના રોજ, ૪૮ વર્ષીય વનિતાબેન કિશોરભાઈ નંદવાણા પોતાની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા, ત્યારે આ દીપડાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને કાન અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આખરે બે દિવસ બાદ દીપડો સફળતાપૂર્વક ઝડપાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.