ધોરાજી-ઉપલેટા શહેરના કિન્નર સમાજ દ્વારા ધાર્મિક આસ્થા અને ભાઈચારાનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરના સમશેર અલીના તકિયા ખાતેની ડાડાની દરગાહ પર કિન્નર સમાજ દ્વારા ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ઝૂમીને ભવ્ય રીતે ચાદર ચઢાવી હતી. આ પ્રસંગે કિન્નર સમાજના ધોરાજી ઉપલેટાના અનુદે નૈનાદે તથા તેમના ચેલા, આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરગાહ પર અકીદત સાથે ચાદર ચઢાવી સમગ્ર સમાજ અને દેશની સુખ શાંતિ, અમન ચૈન અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ત્યારબાદ ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ રૂપે ન્યાજ ગ્રહણ કરી ધાર્મિક લાભ લીધો હતો.